।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો، "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે ، મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે ، સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો ،
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી ، વચનામૃત ، ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે ، સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ، વજનના બોઝથી મુક્તિ، સત્શાસ્ત્રનું સતત સામીપ્ય، કોઈપણ શબ્દ، મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે، વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક، રાત્રી વાંચન માટે ડાર્ક મોડ، મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે منتدى المناقشة વગેરે વિશેષતાઓથી આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.
granthgulal@gmail.com
شري سوامينارايان ماندير
كتب فادتالدهام
لوصف عمر سوامينارايان بهاجوان ، أعطى القديس المحقق ساتاناناد سوامي تعويذة "ساتشاستراي نماه (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" - أي الشخص المدمن على الكتب المقدسة. كانت قراءة الكتب المقدسة وإدراجها ومناقشتها روتينًا يوميًا لسوامينارايان بهاغافان. تعتبر حياة سوامينارايان بهاجاوان مصدر إلهام لنا جميعًا للحفاظ على الشركة المستمرة للكتب المقدسة. إن الدراسة المنتظمة للكتاب المقدس وصحبة النفوس المستنيرة يخرج المرء من الظلام والجهل ، ويوفر السلام والسرور الأبديين. الكتاب المقدس هو أصدقائنا الحقيقيين ، وهم القوة الحيوية لرحلتنا الروحية.
إدراكًا لظهور الوسائط الرقمية وفائدتها للجماهير ، بدأ Shri Swaminarayan Mandir Vadtal Sansthan بمباركة Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj مشروع رقمنة الكتاب المقدس. كجزء من هذا المشروع ، يقدم Vadtal Sansthan تطبيق الهاتف المحمول "Vadtaldham Book" ليوفر لك الوصول الفوري إلى النصوص المقدسة في أي وقت وفي أي مكان. يحتوي التطبيق على العديد من الميزات المريحة والمفيدة ، مثل ، القدرة على البحث عن الكلمات في الكتاب المقدس ، والقدرة على طرح الأسئلة في منتدى المناقشة ، وميزات لتسهيل القراءة الليلية السهلة ، والإشارة المرجعية ، وما إلى ذلك.
يحاول Vadtal Sansthan بكل تواضع خدمتك في سعيك الروحي. نرحب بتعليقاتكم واقتراحاتكم - granthgulal@gmail.com